સામાન્ય શ્રેણીના વિદ્યાર્થીઓના અધિકારોની અવગણના થતી હોવાનો આક્ષેપ: નિયમો તાત્કાલિક પાછા ખેંચવા મનોજ પનારાની રજૂઆતમોરબી: યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા તાજેતરમાં અમલી બનાવવામાં આવેલા 'ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમાનતાનો પ્રચાર' નિયમો, 2026 સામે મોરબીમાં વિરોધનો સૂર ઉઠ્યો છે. મોરબી પાટીદાર યુવા સેવા સંઘ દ્વારા આ નિયમોને ગેરબંધારણીય ગણાવી તેને તાત્કાલિક પાછા ખેંચવા માટે ભારતના રાષ્ટ્રપતિને લેખિત રજૂઆત કરવામાં આવી છે.શું છે સમગ્ર મામલો?UGC દ્વારા જાન્યુઆરી 2026માં નવા નિયમો જાહેર કરવામાં આવ્યા હતા, જેનું ગેઝેટ નોટિફિકેશન 15 જાન્યુઆરી, 2026ના રોજ પ્રસિદ્ધ કરી તેને તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યા છે. આ નિયમોનો મુખ્ય ઉદ્દેશ્ય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં જાતિ આધારિત ભેદભાવ રોકવાનો અને SC, ST, OBC તથા દિવ્યાંગ વિદ્યાર્થીઓના અધિકારોનું રક્ષણ કરવાનો છે. આ માટે દરેક યુનિવર્સિટીમાં 90 દિવસની અંદર 'સમાનતા સમિતિ' (Equality Committee) રચવાની જોગવાઈ કરવામાં આવી છે.પાટીદાર યુવા સેવા સંઘના પ્રમુખ મનોજ પનારાની રજૂઆતપાટીદાર યુવા સેવા સંઘ-મોરબીના પ્રમુખ મનોજ પનારાએ પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે આ નવા નિયમો અનેક બંધારણીય અને કાનૂની પ્રશ્નો ઉભા કરે છે:બંધારણીય અધિકારોનું હનન: રજૂઆતમાં આક્ષેપ કરાયો છે કે આ સૂચના બંધારણની કલમ 14, 15 અને 21 હેઠળ મળેલા સમાનતાના મૂળભૂત અધિકારની ભાવનાની વિરુદ્ધ છે.સામાન્ય શ્રેણીની અવગણના: સંસ્થાના મતે, આ નિયમો માત્ર ચોક્કસ વર્ગો (SC, ST, OBC) પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે, જ્યારે સામાન્ય શ્રેણી (General Category) ના વિદ્યાર્થીઓના અધિકારો અને તેમના રક્ષણને સંપૂર્ણપણે અવગણવામાં આવ્યા છે.એકતરફી અભિગમ: આ નિયમો સમાન તકના સિદ્ધાંતને નબળો પાડે છે. કાયદો સમાજના તમામ વર્ગો માટે સમાન ન્યાય સુનિશ્ચિત કરતો હોવો જોઈએ, નહીં કે કોઈ એક વર્ગના પક્ષમાં અસંતુલન ઊભું કરે.નિયમો પાછા ખેંચવા માંગમોરબી પાટીદાર યુવા સેવા સંઘના પ્રમુખ મનોજ પનારાએ ભારપૂર્વક જણાવ્યું છે કે આ પ્રકારના એકતરફી નિયમો બંધારણના મૂળભૂત માળખાને નુકસાન પહોંચાડી શકે છે. આથી, શૈક્ષણિક સંસ્થાઓમાં સર્વગ્રાહી સમાનતા જળવાય રહે તે હેતુથી આ 'UGC સમાનતા નિયમો-2026' ને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે તેવી માંગણી રાષ્ટ્રપતિ સમક્ષ કરવામાં આવી છે.