મોરબી : પાટીદાર વિદ્યાર્થી ભુવન ટ્રસ્ટ જોધપર દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે તે હેતુથી GPSC સેન્ટર શરૂ કરવામાં આવશે આ માટે આગામી તા.11ને ગુરુવારે શિવરાત્રીના રોજ અગત્યની મિટિંગનું આયોજન કરાયું છે. મોરબી માળીયા સમૂહ લગ્ન સમિતિ અને છેલ્લા 3 વર્ષથી મોરબી GPSC સેન્ટર ચલાવતી સંસ્થા પાટીદારધામ મોરબી અને મોરબી જીલ્લાની પાટીદારની તમામ સંસ્થા જેવી કે કન્યા છાત્રાલય, ઉમિયા મેરેજ બ્યુરો, ઉમિયા સમાધાન પંચ, પાટીદાર સેવા સમાજ, શિક્ષક સંઘ/મહાસંઘ, ઉમિયા સર્વિસ ક્લાસ ફોરમ, પાટીદાર અને ઉમિયા નવરાત્રી મહોત્સવ, સિરામિક એસોસિયેશન, ઉમિયા સમિતિ, ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ, કર્મચારી સંગઠનો, સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ એસોસિયેશન, પાટીદાર શિક્ષક સમાજ, સિરામિક ટ્રેડિંગ સાહિતનાઓ એકઠા મળીને માતૃ સંસ્થાને એક નવી ઉચાઈ પર લઈ જવા માટે પ્રયત્નશીલ થયા છે ત્યારે માતૃ સંસ્થામા તમામના પ્રયત્નથી એક નવું સોપાન સર કરવા જઈ રહ્યા છે. સહિયારા પ્રયાસોથી મોરબીમાં GPSC સેન્ટર શરૂ થવા જઈ રહ્યું છે. ઉપરોક્ત તમામ ટ્રસ્ટ અને સંગઠનની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવન ટ્રસ્ટ, જોધપર, ખાતે તારીખ 11માર્ચને ગુરુવારે સવારે 10 કલાકે ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું છે. આ દિવસે શિવરાત્રી હોય તે નિમિત્તે બપોરે 12 કલાકે ફરાળી પ્રસાદ રાખેલ છે.