રાસોત્સવમાં થતી તમામ આવક ગૌશાળા અને મંદબુદ્ધિના લોકોના લાભાર્થે અર્પણ કરવામાં આવે છે : તા. ૧૩ અને ૧૪ના રોજ ફેસબુક ફેઈમ જીગલી ખજૂરની ટીમ ખેલૈયાઓનું ખાસ મનોરંજન કરશે મોરબી : મોરબીમાં છેલ્લા ચાર વર્ષથી શ્રી પાટીદાર નવરાત્રી મહોત્સવનું આયોજન કરતા પાટીદાર ગ્રુપ દ્વારા આ વર્ષે પણ ધૂનળા રોડ પર રામેશ્વર ફાર્મમાં તા. ૧૦ થી ૧૯ દરમિયાન ભવ્યાતિભવ્ય ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે અને નવરાત્રી મહોત્સવની તમામ આવક ગૌશાળા અને મંદબુદ્ધિના લોકોને અર્પણ કરવામાં આવશે. પાટીદાર ગ્રુપ દ્વારા માં શક્તિની આરાધનાના પર્વ નવરાત્રી મહોત્સવમાં સેવાભાવના ના હેતુ સાથે છેલ્લા ચાર વર્ષથી ગૌશાળા અને મંદબુદ્ધિના લોકોના લાભાર્થે રાસોત્સવ યોજવમાં આવે છે જેમાં આ વર્ષે ખેલૈયાઓને જાણીતા કલાકાર અલ્પા પટેલ અને જયસિંઘ ગઢવી ખેલૈયાઓને મનભરીને ડોલવશે. વધુમાં ૧૦ થી ૧૯ દરમિયાન થનાર આ રસોત્સવમાં તા. ૧૩ અને ૧૪ ના રોજ ફેસબુક ફેઈમ જીગલી ખજૂરની ટીમ ખેલૈયાઓનું ખાસ મનોરંજન કરનાર હોવાનું પણ આયોજકો દ્વારા જણવાયું છે, સમગ્ર આયોજનને હાલ આખરી ઓપ આપવમાં આવી રહ્યો છે અને સિઝનપાસનું બુકીંગ પણ ટુક સમયમાં શરૂ કરવામાં આવશે. પાટીદાર નવરાત્રી મહોત્સવમાં મોરબી અપડેટ પણ સહભાગી બન્યું છે અને સમગ્ર આયોજનમાં ઓનલાઇન મીડિયા પાટનર તરીકે મોરબી અપડેટ જોડાયું છે. પાટીદાર નવરાત્રી મહોત્સવમાં જાહેરખબર તથા પાસ બુકીંગ માટે જય ટેલિકોમ સુપરમાર્કેટ અને સખી સિલેક્શન રવાપર રોડ મોરબી ખાતે સંપર્ક કરવા અથવા મો. ૯૮૭૯૨ ૧૯૪૯૯ નો સંપર્ક સાધવા આયોજકોની યાદીમાં જણાવાયું છે. પાટીદાર નવરાત્રી મહોત્સવના ધમાકેદાર આયોજન અંગેનો વિડિઓ જુઓ... https://youtu.be/ayxOkchnklY