કોરોના પેશન્ટ દિનેશભાઈ દલસાણીયા સાજા નરવા થતા ફ્રીજ ભેટ આપ્યું મોરબી : મોરબી જોધપર નદી ખાતે કાર્યરત પાટીદાર કોવિડ કેર સેન્ટરમાં સારવાર લઈ સાજા નરવા થયેલ દર્દીએ કોવિડ કેર સેન્ટરને ફ્રીજ ભેટ ધરી ઋણ અદા કર્યું હતું. મોરબી જોધપર નદી ખાતે પાટીદાર કન્યા છાત્રાલયમાં સિરામિક એસોસિએશન, પાટીદાર સમાજના દાતાઓ અને ભામાશાઓનાં સહકારથી ચાલતા કોરોના કેરમાં દાખલ થયેલ દર્દી કોરોના પોઝિટિવ દિનેશભાઈ વનજીભાઈ દલસાણીયા સંસ્થાની પ્રવૃત્તિ કન્યા છત્રાલય કોરોના કેર સેન્ટરના સ્વંયમ સેવકોની નિઃસ્વાર્થ ઉત્તમ સેવાથી ઝડપથી સાજા, સ્વસ્થ, તંદુરસ્ત થઈ જતા દર્દી દિનેશભાઈ વનજીભાઈ દલસાણીયાએ સંસ્થાને ફ્રીજ ભેટ આપીને સંસ્થા અને સમાજની સેવાકીય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાની સાથે સંસ્થા પ્રત્યે પોતાનું ઋણ અદા કરેલ છે. હાલમાં 300 બેડના કોરોના કેર સેન્ટરમાં અનેક દર્દીઓ સાજા નરવા થઈ હસતા મોઢે ઘરે જઈ રહ્યા છે. ત્યારે સંસ્થાને ફ્રીજ ભેટ ધરનાર દાતાને કડવા પાટીદાર કોવિડ સેન્ટરના તમામ સંચાલકોએ આભાર પ્રકટ કરેલ છે અને માં ઉમિયાજીનાં આશીર્વાદ સદા એમના પર વરસાવતા રહે તેવી અભ્યર્થના વ્યક્ત કરેલ છે.