મોરબીના માળીયા વનાળિયા સોસાયટીના પતિના ત્રાસમાંથી છોડાવવા મહિલા પોલીસ સ્ટેશનમાં રાવ મોરબી : પોતાની પત્ની અને પુત્રી ઉપર શંકા કુશંકા કરી મોરબીની માળીયા વનાળિયા સાસાયટીમાં રહેતા પતિએ મારકુટ કરતા આ મામલે મહિલા પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે. પ્રાપ્ત વિગતો મુજબ જયશ્રીબેન ભરતભાઇ સરવૈયા ઉ.વ.૩૪ ધંધો દરજીકામ રહે મુળ.ઉમિયાનગર, માળીયા વનાળીયા પાસે, મોરબી હાલ સનહાર્ટ સિરામિક ઢુવા ચોકડી પાસે તા.વાંકાનેર જી.મોરબી વાળાને તેમના પતિ ભરત બાબુભાઇ સરવૈયા રહે. ઉમિયાનગર માળિયા વનાળિયા તા.જી.મોરબીવાળો છેલ્લા ચાર વર્ષથી અવાર નવાર ચારિત્રય બાબતે શંકા-કુશંકા કરી એમને તથા તેમની પુત્રીને મેણા-ટોણા મારી ભુંડા બોલી ગાળો આપી ઢીંકાપાટુનો માર મારી શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપતા ફરિયાદ નોંધાઇ છે. ઘટના અંગે મોરબી મહિલા પોલીસ દ્વારા ગુન્હો નોંધી આરોપી પતિને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.