કાચા અને બિસ્માર માર્ગ પર વાહનચાલકો તથા રાહદારીઓને ભારે હાલાકીમોરબી અપડેટ : મોરબીના મકનસર ગામના પ્રેમજીનગર વિસ્તારમાં રસ્તાની હાલત અત્યંત કફોડી બની ગઈ છે. કાચા રસ્તા પર કાદવ-કીચડના સામ્રાજ્યના કારણે સ્થાનિક રહીશો અને વાહનચાલકો માટે અવરજવર કરવી અત્યંત મુશ્કેલ બની ગઈ છે. તેમજ વાહનો લપસી જવાના અને કાદવમાં ફસાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે આ માર્ગનું વહેલી તકે સમારકામ કરવામાં તેવી લોકમાંગ ઉઠી છે.#Morbi #MorbiUpdate #Makansar #Premjinagar #BadRoads #RoadIssues #MorbiNews #GujaratNews