મુસાફરો સાથે એસ.ટી.બસ બી- ડિવિઝન પોલીસ મથકે લઇ જવાઈ મોરબી અપડેટ : સુરત લગ્નપ્રસંગ પતાવી એસ.ટી.બસમાં મોરબી પરત ફરી રહેલા મોરબીના પટેલ પરિવારના સોના-ચાંદીના દાગીના સહિતની વસ્તુઓ ચોરાઈ જતા સમગ્ર મામલો બી-ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યો છે. જાણવા મળતી વિગતો મુજબ એસટીની બસમાં મુસાફરના દાગીનાની ચોરીની આ ઘટના સુરતથી વડોદરા વચ્ચે બની હોવાની શક્યતા વચ્ચે મોરબીનો પટેલ પરિવાર સુરતથી મોરબી આવવા એસટી બસમાં આવતો હતો ત્યારે કોઈ ગઠીયો દાગીના લઇ ગયો હોવાનું બહાર આવ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ મોરબીના નિત્યાનંદ સોસાયટીમાં રહેતા જયદીપ રમેશભાઈ સોરઠીયા કલેકટર કચેરીમાં (મવડા) વિભાગમાં ફરજ બજાવે છે તેમના સબંધીને ત્યાં સુરત લગ્ન પ્રસંગ હોય જે ગઈકાલે પૂરો થયા બાદ તે જયદીપ વેહલા મોરબી આવી ગયા હતા પણ તેના પિતા વહેલી સવારે મોરબી આવ્યા હતા તેમના પિતા રમેશભાઈ સોરઠીયા અને માતા અસ્મિતાબેન ગઈકાલે સાંજે 7:15 વાગે સુરત-મોરબીની એસ.ટી. બસમાં નીકળા હતા અને આજે સવારે તે બસમાંથી ઉતારીયા ત્યારે જોયું કે થેલામાં કાપો મારેલો હતો જેથી થેલો ચેક કરતા થેલામાં ૫ વીંટી,૧ હાર,૨ ચેઈન અને ૧ બંગડી મળીને અંદાજે 8 તોલા સોનાના ધરેણાં ગઠીયો સેરવી ગયો હતો. આમ સુરત લગ્ન પ્રસંગમાંથી પટેલ પરિવાર પરત ફરતો હતો ત્યારે આ ઘટના બની હતી અને બસ મોરબી પહોચી ત્યારે પુત્રવધુના દાગીના ચોરાયા હોવાનું માલુમ પડતા એસટીની બસ સાથે સમગ્ર મામલો બી-ડિવિઝને પહોચ્યો હતો. જો કે હજુ સુધી આ મામલે વિધિવત ફરિયાદ નોંધાઇ નથી હાલ બી ડિવિઝન પોલીસ સ્ટાફ તપાસ કરી રહ્યો છે.