લાલપર નજીક પતંગની દોરીથી યુવાનનું ગળું કપાતા રાજકોટ ખસેડાયો મોરબી : આજે ઉત્તરાયણ પર્વે મોરબીમાં રસ્તા પરથઈ પસાર થઈ રહેલ એક યુવતી સહિત ત્રણ વ્યક્તિના ગળામાં પતંગની દોર આવી જતા ગંભીર રીતે ઘાયલ થયા હતા જેમાં લાલપર રોડ પર ગંભીર રીતે ઘાયલ થયેલ સોની યુવાનને મોરબી અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયેલ છે. જાણવા મળતી હકીકત મુજબ મોરબીના લાલપર નજીક હિરેન અમૃતલાલ સોની ઉ.૩૨ નામનો યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક જ પતંગની દોર ગળામાં ફસાતા ગળામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ખૂબ જ લોહી વહી ગયું હતું. દરમિયાન પતંગની દોરીથી ઘાયલ થયેલ યુવાનને તુરત જ મોરબી હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું પરંતુ હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત મોરબીમાં રફાળેશ્વરના રહેવાસી કાજલબેન ગઢવી (ઉ.વ.૧૭) બાઈકમાં મહેન્દ્રસિંહજી હોસ્પિટલ નજીકથી જતા હતા ત્યારે પતંગ દોરીથી તેમને પણ ઈજા પહોંચી હતી તેમજ પંચાસર રોડના રહેવાસી દિલીપ પ્રજાપતિ નામના યુવાન બાઈક પર જતો હતો ત્યારે દોરીથી તેનું પણ ગળું કપાઈ જતા યુવાનને હોસ્પીટલે ખસેડાયો છે.