મોરબી : આગામી દિવસોમાં મોરબી જિલ્લામાં પાટીદાર શહીદ યાત્રા આવવાની હોવાથી તેની તૈયારી સંદર્ભે પાસ સમિતિ દ્વારા રવિવારે રાત્રે શનાળા બાયપાસ પાસે આવેલ પાટીદાર હોલ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબી જિલ્લા પાસ સમિતિ દ્વારા રવિવારે રાત્રે ૮: ૩૦ કલાકે પાટીદાર હોલ, મુરલીધર હોટેલની પાછળ, ભક્તિનગર સર્કલ, શનાળા બાયપાસ, મોરબી ખાતે પાટીદાર શહીદ યાત્રાની તૈયારીઓ અંગે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. મિટિંગ પૂર્ણ થયા બાદ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. તેમ મનોજભાઈ કાલરીયા મો.નં. ૯૬૬૨૧ ૩૮૦૨૮ની યાદીમાં જણાવાયુ છે.