મોરબીના ત્રણ બુટલેગરોને પાસા હેઠળ પકડી જેલભેગા કરતી એલસીબી મોરબી : મોરબી જિલ્લામાં વિદેશીદારૂની બદી ડામવા આકરા પગલાં લેવાના ભાગરૂપે આજે જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમ મુજબ જિલ્લાના ત્રણ બુટલેગરોને એલસીબીએ ઝડપી લઈ પાસા હેઠળ જુદી - જુદી જેલમાં ધકેલવા પગલાં ભર્યા છે. મોરબી જિલ્લા પોલીસવડા ડો.કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ એલસીબી પીઆઇ આર.ટી.વ્યાસ દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટ મોરબી દ્વારા ઇશ્યુ થયેલ પાસા વોરંટની બજવણી કરવા જરૂરી માર્ગદર્શન અને સૂચના આપતા જીલ્લા મેજિસ્ટ્રેટશ્રી મોરબીના પાસા અટકાયતી હુકમ અન્વયે (૧) હરજીભાઇ રાણાભાઇ દેકવાડીય, રહે.વિરપર તા.વાંકાનેર જી.મોરબી વાળાને લાજપોર મધ્યસ્થજેલ સુરત ખાતે (૨) પટ ઉર્ફે પટડો શાંતીલાલ કડેવારા રહે. મોરબી મફતીયાપરા કુબેર ટોકીઝ પાછળ, તા.જી.મોરબી વાળાને મધ્યસ્થ જેલ વડોદરા ખાતે અને (૩) હરદેવસિંહ ભાવભા જાડેજા, રહે. મોટા દહીસરા તા. માળીયા મિ. જી. મોરબી વાળાને અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે એમ ત્રણેય આરોપીઓને પાસા હેઠળ પકડી જેલ હવાલે મોકલવા તજવીજ કરેલ છે.