મોરબી : મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા આગામી બુધવારે દવે પંચોલી વિદ્યાર્થી ભુવન ગ્રાઉન્ડ ખાતે રાસ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શરદ પૂનમ નિમિતે આગામી બુધવારના રોજ રાત્રે ૮:૩૦ કલાકે શનાળા રોડ પર સરદારબાગ સામે આવેલા દવે વિદ્યાર્થી ભુવન ગ્રાઉન્ડ પર રાસ ગરબા મહોત્સવ યોજાનાર છે. જેમાં ઉપસ્થિત રહેવા ગ્રૂપના પ્રમુખ ધ્યાનેશ રાવલ અને મહામંત્રી ધર્મેન્દ્રભાઈ જોશીએ જ્ઞાતિજનોને નિમંત્રણ પાઠવ્યું છે.