મોરબી : મોરબી સીટી એ ડીવી. પોલીસ અધિકારી એસ.પી. ડો.કરનરાજ વાઘેલાની સૂચના તથા પી.આઈ. વી.બી.જાડેજાની માર્ગદર્શન હેઠળ આજરોજ પેરોલ ફલૉ સ્ક્વોડના પોલીસ કોન્સ.જયેશભાઇ વાઘેલા તથા પો.કોન્સ. બ્રિજેશભાઈ કાસુન્દ્રાની ટીમ દ્વારા પશુ પ્રત્યે ઘાતકીપણાના ગુનામાં ચાર માસથી નાસતા ફરતા આરોપી અજય ભવાનભાઈ ચૌહાણ/સરાણીયા (ઉ.વ.30)ને તા.07/07/2020 મંગળવારના રોજ નવા ઢુંવા ગામેથી ધડપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ચાર માસથી પશુ પ્રત્યે ઘાતકીપણાના ગુનામાં નાસતા આરોપીની મોરબી સીટી એ. ડીવી. પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.