પતિને રૂ.૧ લાખ વળતર પેટે ચૂકવવાનો હુકમ : દહેજનો કેસ ચીફ કોર્ટમાં ટ્રાન્સફર કરાયો મોરબી : મોરબીમાં પરિણિતાને શારીરીક અને માનસિક ત્રાસ આપનાર પતિ સહિતના ચાર આરોપીઓને મોરબી કોર્ટે પાંચ વર્ષની સજા ફટકારી છે અને પતિને રૂ.૧ લાખ વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો છે. મોરબીમાં રહેતા શીતલબેન અનિલભાઈ અમૃતિયાના વર્ષ ૨૦૦૭માં લગ્ન થયા હતા. બાદમાં થોડા સમયમાં પતિ અનિલભાઈ મનસુખભાઈ અમૃતિયા તથા મનસુખભાઈ હરદાસભાઇ અમૃતિયા અને કેશવજીભાઇ હરદાસભાઇ અમૃતિયા નાની-નાની બાબતમાં પરિણીતાને શારીરિક-માનસિક ત્રાસ આપતા હોવાની જે-તે વખતે પોલીસ ફરિયાદ થઇ હતી.આ અંગેનો કેસ દવે સાહેબની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ આર.એ. ગૌરીની ધારદાર દલીલોના આધારે કોર્ટે પતિ સહિત ચાર આરોપીઓને ચાર વર્ષની સજા અને પતિને રૂ.૧ લાખ વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો છે. આ ઉપરાંત આરોપીઓ સામે દહેજનો કેસ ચીફ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.