મોરબી : મોરબીના પંચાસર રોડ પર ગેબી ફ્લોર વાળી શેરીમાં રહેતી પરિણીતાએ પતિ સહિતના ૪ સાસરિયાઓ સામે ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાવી છે. મોરબીના પંચાસર રોડ પર ગેબી ફ્લોર વાળી શેરીમાં મસ્જિદના પાછળના ભાગે રહેતા સબીનાબેન અયાજભાઈ પીલુડીયા ઉ.વ. ૨૨એ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેઓના પતિ અયાજ અસગર પીલુડિયા, સમિમબેન અસગર પિલુડિયા, નાજીયાબેન અસગર પીલુડીયા અને તોફિસ અસગર પીલુડિયા નાની નાની વાતમાં ઝઘડો કરી ત્રાસ ગુજારે છે તેમજ પૈસાની માંગણી કરે છે. પરિણીતાની ફરિયાદના આધારે પોલીસે ચારેય સાસરિયાઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.