મોરબી : મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સીરામીક ફેકટરીમાં રહેતી મહિલાએ અગ્નિસ્નાન કરી લેતા મોત નીપજ્યું હતું. ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ ઝીબ્રા સીરામીક ફેકટરીના કવાટર્સમાં રહેતી પાવનબેન કાળુરામ ઉ.૩૫ નામની પરપ્રાંતીય પરિણીતાએ પોતાના ઘેર અગમ્ય કારણોસર કેરોસીન છાંટી સળગી જતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરતા પોલિસે ઘટના અંગે ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.