મોરબી:મોરબીના નવલખી રોડ ઉપર આવેલ કુબેરનગર વિસ્તારમાં રહેતી વિપ્ર પરિણીતાએ ગળેફાંસો ખાઈ લેતા અરેરાટી મચી જવા પામી છે,મૃતક હેતલબેનના આપઘાતથી તેમની પુત્રીએ માતાની છત્રછાયા ગુમાવી છે. જાણવા મળતી વિગતો મુજબ મોરબીના નવલખી રોડ ઉપર કુબેરનગર શેરી નંબર-૩ માં રહેતા હેતલબેન જીતુભાઇ મહેતા (બાહ્મણ) ઉ.૩૨ એ પોતાના ધરે ગળે ફાંસો ખાઇ લેતા મોત નિપજ્યુ હતું. વધુમાં મૃતક હેતલબેનના લગ્ન સાડા ત્રણ વર્ષ પહેલા થયા હતા અને તેમને સંતાન માં અેક પુત્રી છે અને તેમના પગલાંથી પુત્રીએ માતાની છત્રછાયા ગુમાવી છે.