મોરબી : મોરબીના રંગપર ગામે આવેલા સીરામીક કારખનાની ઓરડીમાં રહેતી પરણીતાએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.આ પરણીતાએ તાવ અને પેટના દુખાવાથી કંટાળીને આપઘાત કરી લીધાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ એકયુંટ સીરામીક કારખાનામાં કામ કરતા અને ત્યાંજ લેબર ક્વાર્ટરમાં રહેતા નંદલાલ તુલારામ જાટીયાની પત્ની સીતાબાઈ ઉ.વ.28 એ આજે બપોરના સાડાત્રણ વાગ્યાની આસપાસ કારખનાની ઓરડીમાં ગળેફાંસો ખાઈને મોતને વહાલું કરી લીધું હતું.આ બનાવ સંદર્ભે તેના પતિએ તાલુકા પોલીસ સમક્ષ નિવેદન નોંધાવ્યું હતું કે.તેની પત્નીને તાવ આવતો હોય તથા પેટનો દુખાવો થતો હોવાથી આ બીમારી સહન ન થતા તેણીએ આ અંતિમ પગલું ભરી લીધાનું પોલીસ સમક્ષ નિવેદન નોંધાવ્યું હતું.તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.