જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસવડાએ રેલવે સ્ટેશનની મુલાકાત લઈ પેસેન્જરો સાથે ચર્ચા કરી મોરબી : તાજતરમાં રાજ્યમાં પરપ્રાંતીયો ઉપર હુમલાની ઘટના બનતા મોરબી જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસતંત્ર એલર્ટ બન્યું છે અને પરપ્રાંતીયોને મુશ્કેલી ન પડે તે માટે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ઉપર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે જે અનુસંધાને મોરબી જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસવડાએ રેલવે સ્ટેશનની મુલાકાત લઈ પેસેન્જર સાથે ચર્ચા વિચારણા કરી પરિસ્થિતિનો ક્યાસ મેળવ્યો હતો. અમદાવાદ – સાંબરકાંઠા વગેરે વિસ્તારોમાં થોડા દિવસોપહેલા પરપ્રાંતિય વ્યક્તિઓ ઉપર હુમલા તથા કનડગતના કારણે મોરબી જિલ્લામાં રહેતા બીજા રાજયોના શ્રમિકો તથા લોકો કોઈના ડર કે કનડગતથી હિજરત કરતા નથી ને ? તે માટે આજે મોરબી રેલ્વેસ્ટેશને જિલ્લા કલેકટરશ્રી આર.જે.માકડીયા તથા જિલ્લા પોલીસ વડાશ્રી કરણરાજ વાઘેલાએ પરપ્રાંતીય પેશેન્જરોની મુલાકાત લઈ જવાના કારણોની પુચ્છા કરી સ્થાનિક લોકોના ડર કે કનડગતથી જતા નથી ને ? તે અંગેની જાણકારી મેળવી હતી