મોરબી : રાજ્ય સરકારની શિક્ષણ વિભાગની સુચના અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા થયેલ માર્ગદર્શિકા મુજબ તેમજ મોરબી જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ સોલંકી તેમજ મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ ભગવાનભાઈ કુંભારવાડિયા અને મધ્યમંત્રી વિશાલભાઈ ગૌધાણી તેમજ મોરબી જીલ્લા આચાર્ય સંઘના પ્રમુખ લાલજીભાઈ કગથરા અને મોરબી જીલ્લા માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ અશોકભાઈ કામરિયાના સહકાર અને સંકલનથી મોરબી જિલ્લામાં ઉં.મ.વિભાગના 13 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો ઉપર કુલ 9 વિષયોના મુલ્યાંકનની કામગીરી શરુ થઇ ગયેલ છે. પરંતુ વર્તમાન કોરોનાની પરિસ્થિતિમાં શિક્ષક પરિવારને મૂલ્યાંકન કેન્દ્ર પર આવવા-જવાની તકલીફ ઉભી ન થાય તેવા હૅતુથી શહેર અને જિલ્લાના કેન્દ્રોમાં પરિસ્થિતિને અનુકુળ બનીને મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રોને વિભાજીત કરીને હળવદ ખાતે નવી વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે. જયારે મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર માટે મૂલ્યાંકન કેન્દ્ર ગોંડલ હતા. જેના માટે મોરબી ખાતે નવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સાથે ગુજરાતી અને અંગ્રેજી વિષયનું મૂલ્યાંકન કેન્દ્ર ટંકારાથી બદલી મોરબી અને હળવદ એમ બે કેન્દ્રો પર વ્યવસ્થા કરવામાં આવી છે. અને જીલ્લા વહીવટી તંત્રના સહયોગથી તમામ બિલ્ડીંગ સેનીયઈઝ કરીને કામગીરી શરુ કરવામાં આવી છે. આ કામગીરીમાં સહયોગ આપવા મોરબી જિલ્લા શિક્ષણાધિકારી સૌલંકી સાહેબ, ગુજરાત રાજય ઉ.માં.શિક્ષક સંઘ મહામંડળના પ્રમુખ અને બોર્ડ મેમ્બર ભરતભાઈ પટેલ અને ગુ. મા.અને ઉં. મા.શિક્ષણ બોર્ડ તેમજ જીલ્લા વહીવટી તંત્ર તેમજ આરોગ્ય વિભાગના તમામ અધિકારીઓનો મોરબી જિલ્લા ઉ.મા. શિક્ષક સંઘએ આભાર વ્યક્ત કરેલ છે. તેમ મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના મહામંત્રી વિશાલકુમાર ગોધાણી તથા પ્રમુખ ભગવાનભાઇ કુંભરવાડીયાએ યાદીમાં જણાવેલ છે.