મોરબી : મોરબીમાં આજે કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. આ વાદળો જોતા લાગતું હતું કે મેઘરાજા આજે મન મુકીને વરસશે. પરંતુ પવન સાથે મેઘરાજા ધીમી ધારે વરસ્યા હતા. આશરે ૨૫ થી ૩૦ મિનિટ સુધી વરસાદ ધીમી ધારે વરસ્યો હતો. શહેરના રોડ રસ્તા ભીના કરીને મેઘરાજા ચાલ્યા ગયા હતા.સામાન્ય વરસાદ થી વાતાવરણ માં ઠંડક પ્રસરી ગઈ હતી અને જો કે આ વરસાદ ની સરકારી ચોપડે કોઈ નોંધ થઇ ન હતી.જયારે મોરબી તાલુકા ના મકનસર, રફાળેશ્વર, સજનપર (ધુ) સહિતના ગ્રામ્ય વિસ્તારો માં અડધા થી એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો