મોરબી શહેરમાં વિવિધ 43 જગ્યાએ સ્ટોલ રાખવામાં આવ્યા હતા : પાંજરાપોળમાં 5320 અંધ, અપંગ અને નિરાધાર એવા ગૌ-વંશનો થઈ રહ્યો છે નિભાવ : મકરસંક્રાંતિએ દાતાઓએ ઉદાર હાથે દાનની સરવાણી વ્હાવીમોરબી : મોરબી પાંજરાપોળને મકરસંક્રાંતિના એક જ દિવસમાં અધધધ રૂ.75 લાખનું અનુદાન મળ્યું છે. મકરસંક્રાંતિના પાવન પર્વે દાતાઓએ દાનની સરવાણી વ્હાવતા પાંજરાપોળ દ્વારા દાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. મોરબી પાંજરાપોળમાં 5320 અંધ, અપંગ અને નિરાધાર એવા ગૌ-વંશનો નિભાવ થઈ રહ્યો છે. મકરસંક્રાંતિએ શહેરમાં 43 વિવિધ સ્થળોએ દાન કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા હતા. જ્યાં નગરજનોએ રોકડ રકમ અને ઘાસચારાના રૂપમાં દાન આપ્યું હતું. મોરબી પાંજરાપોળ માત્ર સ્થાનિક લોકોના દાનથી જ ચાલે છે અને અન્ય શહેરોમાં ફાળો એકત્ર કરવામાં આવતો નથી. રાજવી પરિવારે વર્ષો પહેલા હજારો હેક્ટર જમીન પાંજરાપોળને દાનમાં આપી હતી, જેમાંથી ગૌવંશના દૈનિક ખોરાકની 30 ટકા જરૂરિયાત પૂરી થાય છે.પાંજરાપોળના સંચાલકોએ જણાવ્યા મુજબ મકરસંક્રાંતિએ સવારથી સાંજ સુધીમાં મોરબીના જુદાજુદા વિસ્તારમાં રાખવામા આવેલ સ્ટોલ ઉપર 75. 81 લાખથી વધુનું દાન એકત્રિત કરવામાં આવ્યું છે. આમ સ્થાનિક લોકોએ ઉદાર હાથે અનુદાનનો ધોધ વ્હાવ્યો હતો.