રવાપર, નળિયાદ, લાલપર, ત્રાજપર, ઇન્દિરાનગર, મહેન્દ્રનગર, પીપળી, ધરમપુર અને ટીંબડી ગામને ૩ દિવસ પાણી નહિ મળે મોરબી : મોરબી- માળીયા-જોડિયા જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ અપાતું પાણી રિપેરીંગના કારણે ત્રણ દિવસ બંધ રહેશે. જેથી રવાપર, નળિયાદ, લાલપર, ત્રાજપર, ઇન્દિરાનગર, મહેન્દ્રનગર, પીપળી, ધરમપુર અને ટીંબડી ગામને ૩ દિવસ સુધી પાણી પુરવઠો મળશે નહીં. મોરબી - માળીયા - જોડિયા જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત મચ્છુ-૨ ડેમ ખાતેના ઇન્ટેક વેલના થાળાની દિવાલ તૂટી જતા ડેમના ડેડવોટરનું પંપિંગ ખોરંભે પડેલ છે. આ તૂટી ગયેલ દીવાલ યુદ્ધના ધોરણે ચાલુ કરવામાં આવી રહી છે. જે કામગીરી પૂર્ણ થતા અને પાણી પુરવઠો રાબેતા મુજબ થતા આશરે ત્રણ દિવસ જેવો સમય લાગી શકે તેમ છે. રવાપર, નળિયાદ, લાલપર, ત્રાજપર, ઇન્દિરાનગર, મહેન્દ્રનગર, પીપળી, ધરમપુર અને ટીંબડી ગામને ૩ દિવસ સુધી પાણી પુરવઠો મળશે નહીં. આ જુથ યોજનાથી દરરોજ ૧૨ એમએલડી પાણી મળતું હતું. રીપેરીંગના કારણે પાણી પૂરવઠો બંધ કરાતા અંદાજે ૧.૨૫ લાખ લોકોને અસર થશે.