મોરબી : ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના અધિકારીઓની ઢીલી નીતિને પાપે મોરબીના સીરામીક યુનિટો રોજે-રોજ કોલગેસનો ઝેરી કદળો જાહેરમાં છોડી રહ્યાછે ત્યારે પાનેલી ગામે આવી વધુ એક કિસ્સો બહાર આવતા આધાર પુરાવા સાથે જિલ્લા કલેકટરને ફરિયાદ કરવામાં આવી છે. જાણવા મળતી વિગતો મુજબ મોરબીના પાનેલી ગામ પાસેના સિરામિક યુનિટ દ્વારા કોલગેસના ઝેરી-દુષિત પાણીનો જાહેરમાં નિકાલ કરવામાં આવતા પાનેલી ગામના સરપંચે વિડિયો સહિતના પુરાવાઓ સાથે કલેકટરને અને પ્રદુષણ કંટ્રોલ બોર્ડમાં રજૂઆત કરી તાકીદે પગલાં ભરવા માંગણી ઉઠાવી હતી જોકે સીરામીક ફેકટરીઓની કૃપા મેળવતા અધિકારીઓ દ્વારા ચુપકીદી સેવી લેવામાં આવી છે.