અંદાજે રૂ.30 કરોડના ખર્ચે થનાર પાનેલી-મકનસર પા.પૂ.જૂથ યોજનાના ખાતમહુર્ત ર્અને ફિલ્ટર પાલન્ટના ભૂમિપૂજન માટે સ્થળ પર નિરીક્ષણ કરાયું મોરબી : આગામી સમયમાં પાનેલી-મકનસર પા,પુ,જુથ યોજનાનુ ખાતમુહર્ત અને પાનેલી રોડ ઉપર ની પાણીના સંપ માટેના ફીલ્ટર સંપનુ ભુમીપુજન માનનિય કુવરજીભાઈ બાવળીયા તેમજ આદરણીય સાંસદશ્રી મોહનભાઇ કુંડારીયાની હાજરી મા કરવા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે આથી પાણી પુરવઠાના ઠોરીયાબેન તેમજ સાદરીયાભાઈએ આ પાણી પૂવઠાની જૂથ યોજનાના ખાતમહુર્ત અને પાણીના સંપના ફિલ્ટર પાલન્ટના ભૂમિપૂજન માટે રથળ પર ચકાસણી હાથ ધરી હતી. આ નિરીક્ષણ દરમ્યાન પાનેલી ગ્રામ પંચાયતના હીતેશભાઈ, રમેશભાઈ, પાનેલી- મકનસર પા,પુ,જુથ યોજનાના કન્વીનર ગૌતમભાઈ હાજર રહ્યા હતા ઉપરોકત યોજનામા સમાવેશ પાનેલી,મકનસર,જાંબુડીયા, બંધુનગર, લખધિરપુર, કાલીકાનગર, ગીડચ, જોધપર , લીલાપર સહિતના આ ગામોની 30000 જનતા અને પશુઓને સીધો જ લાભ મળશે અને વર્ષો જુની પીવાના પાણીની સમસ્યા હલ થશે. તેથી ભવિષ્યમાં પાણી પ્રશ્ન હલ થવાની આશા જાગતા આસપાસના પાણીની સમસ્યાથી પ્રભાવિત ગામલોકોમાં આનંદની લાગણી છવાઈ છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en