મોટી સંખ્યામાં સફાઈ કર્મચારીઓએ થાળી વેલણ સાથે રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર પાઠવી વેતન વધારાનો પ્રશ્ન હલ કરવાની માંગણી કરી : હળતાલને 7 દિવસ થતા શહેરમાં ઠેર ઠેર કચરાના ગંજ ખડકાયા મોરબી : મોરબી નગર પાલિકાના રોજમદાર સફાઈ કર્મચારીઓ વેતન અને કાયમી કરવા સહિતના પ્રશ્ને હડતાલ પર ઉતરી ગયા છે. છેલ્લા 7 દિવસથી ચાલતી હડતાલને પગલે શહેરમાં સફાઈ કામગીરી ઠપ્પ થઈ જતા ઠેર ઠેર કચરાના ગંજ ખડકાયા છે. જ્યારે આજે હડતાલના પગલે રોજમદાર સફાઈ કર્મચારીઓએ જેઇલ ચોકથી સામાંકાંઠે સેવાસદન સુધી રેલી કાઢી મામલતદાર અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં રોજમદાર સફાઈ કર્મીઓ જોડાયા હતા. અને રેલીમાં થાળી અને વેલેન સાથે હમારી માંગે પુરી કરોના નારા લગાવ્યા હતા. સફાઈ કર્મચારીઓ વેતન વધારા, કાયમી કરવા તથા તેમને મળતા હકો આપવાની માંગણી કરી હતી. જ્યારે સફાઈ કર્મચારીઓની હડતાલને 7 દિવસ થઈ જતા શહેરમાં સફાઈનો પ્રશ્ન ઉઓસ્થિત થયો છે. ત્યારે તંત્ર તાકીદે મોરબી પાલિકાના સફાઈ કર્મચારીઓની હડતાલ સમેટાય તેવા પગલાં ભરે તેવી લોક માંગ ઉઠી છે. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='16957,16956,16955']