મોરબી : મોરબી પાલિકા અને યંગ ઇન્ડિયા ગ્રૂપના સંયુક્ત ઉપક્રમે જાગરણની રાતે આવતીકાલે રવિવારે ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે રવિવારે જયાપાર્વતીનું જાગરણ છે. ત્યારે શહેરીજનોને જલસો કરાવવા માટે મોરબી નગરપાલિકા અને યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા રાત્રે ૯ કલાકે સામાકાંઠે આવેલા કેસરબાગમાં ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાસોત્સવમાં જાણીતા કલાકારો નેહા શુકલા, શાહરુખ શેખ અને યુનુસ શેખ જેવા કલાકારો સુર રેલાવશે. આ રાસોત્સવમાં એન્ટ્રી વિનામૂલ્યે છે. નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયા અને પ્રમુખ કેતન વિલપરા તેમજ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આ રાસોત્સવમાં પધારવા શહેરીજનોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.