મોરબીના ઉમિયા ચોક વિસ્તારમાંથી કચરો કલેક્ટ કરવાની માંગ : સ્થાનિકોની રવાપર ગ્રામ પંચાયત અને ચીફ ઓફિસરને રજુઆત મોરબી : મોરબીમાં ઉમિયા ચોક આસપાસનો વિસ્તાર રવાપર પંચાયતમાં આવતો હોવાથી નગરપાલિકા દ્વારા કચરો કલેક્ટ કરવામાં આવતો નથી. જેથી આ અંગે યોગ્ય કરવા સ્થાનિકોએ ચીફ ઓફિસર અને રવાપર ગ્રામપંચાયતને રજુઆત કરી હતી. ઉમિયા ચોક ,રવાપર રોડ આજુ બાજુમા ગોકુલનગર , શાસ્ત્રી નગર , ચબૂતરા સામે , ઉમિયા ચોકની બાજુમાં આવેલ ગ્રામ પંચાયતની સોસાયટીમા કચરા કલેકશન માટે કોઇ આવતું નથી કારણકે આ સોસાયટીઓ રવાપર પંચાયત મા આવે છે એટલે નગરપાલિકાને ફોન કરતા તે કચરો લેવા આવતા નથી તેમનું કહેવાનું એવું થાય છે કે આ વિસ્તાર રવાપર ગામ પંચાયતમા આવે છે. વધૂમાં સ્થાનિકોએ જણાવ્યું કે જો કચરા કલેકશન માટે જે કંઇ ચાર્જ દેવાનો થતો હોય તો પણ આપવા બધા તૈયાર છીએ. તાત્કાલિક અહીંથી કચરો કલેકશન શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે.