જીપીસીબીના અધિકારીઓએ ફરિયાદના અનુસંધાને તપાસ શરુ કરી મોરબી : મોરબી નજીકના લીલાપર ગામ પાસે આવેલા સિરામિક અને પેપરમિલ ઉદ્યોગ દ્વારા પ્રદુષણ ફેલાતું હોય અને ખેડૂતોના ઉભા પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાની થતી હોવાથી અને ખેડુતોના ખેતરમા થતો પાક બળીને ખાખ થઈ જતો હોવાથી ખેડુતોને માથે આેઢી રોવાનો વારો આવે છે ત્યારે આ મામલે લીલાપર ગામના જાગૃત નાગરીક પ્રવિણભાઈ વશરામભાઈ રબારીઅે પ્રદુષણ નિયંત્રણ બોર્ડની કચેરીમાં અરજી કરતા જીપીસીબીના અધિકારીઓએ ફરિયાદના અનુસંધાને તપાસ શરુ કરી છે. જોકે ખરેખર તપાસ થશે કે તપાસના નામે નાટક તેના પર સવાલો સર્જાયા છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી આસપાસ વિકાસ પામેલા વિવિધ ઉદ્યોગો દ્વારા પ્રદુષણ ફેલાતું હોય જેમાં હવા, પાણી અને જમીનના પ્રદુષણની અનેક ફરિયાદો લીલાપર ગામના લોકોઅે વારંવાર કરી છે. આ ફરિયાદોના નિરાકરણ માટે જીપીસીબીની ટીમ ક્લોઝર નોટીસો ફટકારવા સુધીની કાર્યવાહી કરી રહી છે ત્યારે હવે લીલાપર ગામ નજીક પ્રદુષણની ફરિયાદો ઉઠી છે જેમાં અરજદાર પ્રવિણભાઈ વશરામભાઈ રબારીએ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારીને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે લીલાપર ગામમાં આવેલ સિરામિક અને પેપરમિલના અમુક કારખાનાઓ દ્વારા હવાનું પ્રદુષણ ફેલાય છે અને જે પ્રદુષણને લીધે ખેતરમાં પાક થતો નથી.આ ઉપરાંત ખેતરમાં ઉભેલા પાક પર ધૂળ અને રજકણો જામી જાય છે પરિણામે ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે જેથી આ પ્રદુષણ ફેલાતું અટકાવવા કંપની સામે કાયદાકીય પગલા ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જેથી જીપીસીબીના અધિકારીઓએ ફરિયાદના અનુસંધાને તપાસ શરુ કરી છે. [gallery size='full' td_select_gallery_slide='slide' ids='33310,33311,33313']