નવા બસ સ્ટેન્ડ ખાતે સરદાર પટેલ સ્ટેચ્યુ પાસે ધરણા યોજવા જાહેરાત કરતા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો મોરબી : અનામત આંદોલન મામલે આજે ધરણા પૂર્વે હાર્દિક પટેલ સહિતના પાસ આગેવાનોની અટકાયત કરવામાં આવતા મોરબી પાસ આગેવાનો દ્વારા મોરબીમાં ધરણા યોજવા જાહેરાત કરતા પોલીસ હરકતમાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી પાસ દ્વારા નવા બસ સ્ટેન્ડ ખાતે સરદાર પટેલ સ્ટેચ્યુ પાસે ધરણા યોજવાની જાહેરાત કરી છે . જોકે કયારે ધારણા યોજાશે તે અંગે કોઈ ઓફિશ્યલી જાહેરાત કરાઈ નથી. આથી હાર્દિક પટેલ સહીત પાસ આગેવાનની અટકાયતના વિરોધમાં યોજવામાં આવનાર આ ધરણાને લઈ ઉપરોક્ત સ્થળે પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. અને હાલમાં મોરબી ડીવાય એસપી સહીત પોલીસ કાફલો નવા બસ સ્ટેન્ડ પાસે ચુસ્ત બંદોબસ્તમાં ગોઠવાયો છે.