સૌરાષ્ટ્ર યુનિવર્સિટી B.COM.-SEM 1 ના રિઝલ્ટમાં પી.જી. પટેલ કોલેજનો ડંકો વાગ્યો મોરબી : મોરબીમાં છેલ્લા ૧૫ વર્ષોથી વિદ્યાર્થીઓના જીવન ઘડતરમાં અગ્રેસર અને ફક્ત અને ભણતરને જ મહત્વ આપતી પી.જી.પટેલ કોલેજે બીકોમ અને બીબીએ ઓનલાઈન ભણતરમાં ઓનલાઇન એજયુકેશનમાં પણ પોતાની સર્વોપરીતા સાબિત કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રિઝલ્ટમાં ડંકો વગાડયો છે અને કોલેજના ૧૧ વિદ્યાર્થીઓ ૧૦૦ માંથી ૧૦૦ માર્ક લાવી કોલેજને ગૌરવ અપાવ્યું છે. બીકોમ અને બીબીએ અભ્યાસમાં મોરબીમાં જ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી ઘણું સારું પરીણામ મેળવી શકાય છે એ પી.જી. પટેલ કોલેજે સાબિત કરી બતાવ્યું. ભૂતકાળમાં પણ આ કોલેજના અનેક વિદ્યાર્થીઓ આવું જ ઉચ્ચ પરીણામ મેળવી ચૂકેલા છે. કોરોનાના આ કપરા સમયમાં પણ નવી પદ્ધતિ મુજબ ઓનલાઇન એજયુકેશનમાં પૂરેપૂરું એજયુકેશન વિધાર્થીઓને આપી એક જ કલાસના ૧૧ વિદ્યાર્થીઓ એકાઉન્ટ વિષયમાં ૧૦૦ માંથી ૧૦૦ માર્કસ મૅળવવામાં સફળ થયા છે, તથા વિદ્યાર્થીઓ ૧૦૦ માંથી ૯૯ માર્ક મેળવામાં સફળ થયા છે. પી.જી.પટેલ કોલેજના બાવરવા ભાર્ગવ, ચંદારાણા બંસી, પાઠક શિવમ, કાલવાડિયા અંકિતા, વૈષ્ણવ બંસી, પરમાર કાનજી, આડ્રોજા ઉત્સવ, કોટેચા હેલી, કાનાબાર આનંદ, સિદ્ધપુરા ખુશી અને પીઠડીયા અવનીએ 100માંથી 100 માર્ક્સ મેળવવાની સિદ્ધિ હાંસલ કરી છે. મોરબી જિલ્લામાં પી.જી. પટેલ કોલેજનું આવું ઝળહળતું પરીણામ મેળવવા બદલ કોલેજ સંસ્થાના આદ્યસ્થાપક દેવકરણભાઈ આદ્રોજા, જતિનભાઈ આદ્રોજા, પ્રિન્સીપાલ ડૉ. રવિન્દ્ર ભટ્ટે કોલેજના પ્રાધ્યાપકોને પણ બિરદાવ્યા હતા તથા કોલેજના વિદ્યાપીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી હતી.