મોરબી : મોરબી OSEM CBSE સ્કૂલ તથા પ્રિન્સિપાલ દીપાબેન શર્માને બેંગ્લોર ખાતે જનરલ ફોરમ ઈડી કોન્ક્લેવમાં કાર્ટ બ્લેન્ચ પ્રોજેક્ટ અંતર્ગત સન્માનિત કરવામાં આવ્યા છે. નેશનલ લેવલ કોન્ક્લેવમાં 2 એવોર્ડ મેળવીને મોરબીનું ગૌરવ વધાર્યું છે. મહત્વનું છે કે, તાજેતરમાં બેંગ્લોર ખાતે CBSE બોર્ડના વિવિધ પાઈલોટ પ્રોજેક્ટ અંતર્ગત જનરલ ફોરમ ઈડી કોન્ક્લેવ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશભરની 500થી વધુ CBSE સ્કૂલના પ્રિન્સિપાલ ઉપરાંત વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો તેમજ શિક્ષણવિદો ઉપસ્થિત રહ્યા હતા. ITC Gardenia, Bengaluru ખાતે આયોજિત કોન્ક્લેવમાં ડિઝિટલ ટ્રાન્સફોર્મેશન, હાઈબ્રીડ લર્નિંગ, સ્કીલ ડેવલોપમેન્ટ, હેલ્થ પ્રોગ્રામ સહિતના CBSE બોર્ડના પાઈલટ પ્રોજેક્ટનો સમાવેશ કરવામાં આવ્યો હતો. CBSE બોર્ડ દ્વારા આયોજિત કાર્ટ બ્લેન્ચ પ્રોજેક્ટ અંતર્ગત મોરબીની સૌપ્રથમ CBSE સ્કૂલ OSEM CBSE સ્કૂલ તથા સ્કૂલના પ્રિન્સિપાલ દીપાબેન શર્માને એવોર્ડ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. જે સમગ્ર મોરબીના શિક્ષણ જગત માટે ગૌરવની વાત કહી શકાય. સંસ્થાના પ્રિન્સિપાલના નેતૃત્વમાં શાળાએ મેળવેલ આ સિદ્ધિ બદલ OSEM CBSE સ્કૂલના ટ્રસ્ટી સુમંતભાઈ પટેલ, સિદ્ધાર્થભાઈ રોકડ, સૂર્યરાજસિંહ જેઠવા તેમજ સમગ્ર સ્ટાફગણે અભિનંદન પાઠવ્યા છે.