મોરબી : મોરબીમાં નર્મદાબાલ ઘર આયોજિત ગણિત વિજ્ઞાન કોન્ટેસ્ટમાં li -fi ઓડિયો સિસ્ટમના ઇનોવેશન બદલ ઓમશાંતિ સ્કૂલના બાળકોને ૩૦ હજાર રોકડ પુરસ્કાર અને પ્રોજેકટ માટે પ્રેરણા આપનાર શિક્ષકને ૨૦ રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. મોરબી ખાતે નર્મદા બાલઘર આયોજિત ગણિત - વિજ્ઞાન કોનટેસ્ટમાં ઓમશાંતિ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલના વિદ્યાર્થી કુશલ ધારોડીયા અને રાહુલ નગવાડિયાએ રજુ કરેલ li - fi ઓડિયો સિસ્ટમ પ્રોજેકટને સ્પેશિયલ કેટેગરીમાં બેસ્ટ ઇનોવેશન એવોર્ડ આપવમાં આવતા સ્કૂલનું ગૌરવ વધ્યું છે. વધુમાં બેસ્ટ ઇનોવેશન એવોર્ડ બદલ બન્ને વિદ્યાર્થીઓને ૩૦ હજાર અને આ પ્રોજેકટ માટે માર્ગદર્શન અને પ્રેરણા આપનાર શિક્ષક ભાવિક શાહને ૨૦ હજાર રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં બેસ્ટ ઇનોવેશન એવોર્ડ મેળવવા બદલ સંસ્થાના ટ્રસ્ટી સુમંતભાઈ તથા સંસ્થાના આચાર્ય સના કાઝીએ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.