ઔદ્યોગિક ભરતીમેળામાં સહભાગી થવા અનુરોધ મોરબી : મુખ્યમંત્રીના સુશાસનનાં પાંચ વર્ષ પુર્ણ થતા હોય તેથી તા.6 ઓગસ્ટના રોજ યુવા શક્તિ દિન નિમિતે એનાયતપત્ર વિતરણ કાર્યક્રમનું આયોજન થનાર છે. રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા તા.3 ઓગસ્ટ સુધી રોજેરોજ ઓનલાઇન ભરતીમેળાઓનાં આયોજન કરવામાં આવેલ છે. જેમાં નોકરીદાતાંઓ દ્વારા ઓનલાઇન ઇન્ટરવ્યું દ્વારા પસંદગીની પ્રકિયા હાથ ધરવામાં આવે છે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા કક્ષાના કાર્યક્ર્મો ઉચ્ચ પદાધિકારિઓ, મહાનુભાવોની હાજરીમાં જિલ્લા કક્ષાએ યોજાનાર છે. આ ભરતી મેળામાં ભાગ લેવાં ઇચ્છુક ઉમેદવારોએ https://forms.gle/GXfbg4x6eTyjfWcz5 લિન્ક પર રજીસ્ટ્રેશન કરવા તેમજ નોકરીદાતાઓએ https://forms.gle/ptNBJDcyjRLsxC93A આપેલ લિન્ક પર રજીસ્ટ્રેશન કરવા જિલ્લા રોજગારી અધિકાર મોરબી દ્વારા અનુરોધ કરવામાં આવેો છે. વધુમાં આ ભરતી મેળામાં જે ઉમેદવારોએ રોજગાર વિનીમય કચેરી ખાતે નામ નોંધણી કરાવેલ ન હોય તેઓ પણ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શક્શે અને ભરતીમેળામાં સહભાગી થઇ શકશે તેમજ વધુ માહિતી માટે હેલ્પલાઇન નં. ૬૩૫૭૩ ૯૦૩૯૦ પર સંપર્ક કરવા જિલ્લા રોજગારી અધિકારશ્રી મોરબીની યાદીમાં જણાવાયું છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..