કોરોના સામેના જંગમાં મુખ્યમંત્રી રાહત નીધી ફંડમાં વહી રહી છે દાનની સરવાણી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ, મોરબી કોટન મર્ચન્ટ એસો.તરફથી વહી અનુદાન રાશીની સરવાણી જય ગણેશ હોન્ડાએ જલારામ પ્રાર્થના મંદિરને બાઇક અર્પણ કર્યું : રુદ્રા ઇન્ફોટેક દ્વારા હોસ્પિટલ, પોલીસ તંત્રના CCTVના મેનટેનન્સની ફ્રી સેવા મોરબી : સમગ્ર દેશમાં આવી પડેલી કોરોનાની મહામારી સામે લડવા 21 દિવસના લોકડાઉન વચ્ચે ગુજરાત સરકાર મચી પડી છે ત્યારે મુખ્યમંત્રી રાહત નીધી ફંડમાં વ્યક્તિગત, સંસ્થાઓ, વેપારી એસોશિએશનો સહિતના લોકો આગળ આવી રહ્યા છે. શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળે (મોરબી) તરફથી 5 લાખ રૂપિયાની તેમજ મોરબી કોટન મર્ચન્ટ એસો. તરફથી 1 લાખનો ચેક આજે મુખ્યમંત્રી રાહત નીધી ફંડમાં જમા કરાવવા માટે મોરબી કલેકટરને ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ તકે મંડળના પ્રમુખ બેચરભાઈ હોથી, ઉપપ્રમુખ વલમજીભાઈ અમૃતિયા, ટ્રસ્ટી વસંતભાઈ કાંજીયા, કેમ્પસ ડાયરેક્ટર લાલજીભાઈ લો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે લોકડાઉનમાં ગરીબોની સેવા અર્થે કાર્ય કરતા જલારામ પ્રાર્થના મંદિરને જય ગણેશ હીરો તરફથી હીરો બાઇક અર્પણ કરવામાં આવ્યું હતું. જય ગણેશના માલિક અશોકભાઈ અને મેનેજર પ્રકાશભાઈએ જલારામ સેવા ટ્રસ્ટને આ બાઇક અર્પણ કર્યુ હતું. બાઇકનો ઉપયોગ જલારામ સેવા ટ્રસ્ટ કાયમ માટે ગરીબોને ભોજન પૂરું પાડવા માટે કરશે. આ ઉપરાંત, લોકડાઉન દરમિયાન મોરબીના રવાપર રોડ પર બાપા સીતારામ ચોક ખાતે ગીતા કોમ્પ્લેક્સમાં આવેલ રુદ્રા ઈન્ફોટેક દ્વારા હોસ્પિટલ તથા પોલીસ સ્ટેશનમાં કમ્પ્યુટર, પ્રિન્ટર તથા CCTV રિલેટેડ કોઈપણ કામ વિનામૂલ્યે કરી આપવામાં આવશે તેવી જાહેરાત કરી છે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/