એમ્બ્યુલન્સની આડમાં અમદાવાદથી વાંકાનેર આવેલા સાત લોકોના પણ સેમ્પલ લેવાશે : તમામના કાલે રિપોર્ટ આવશે મોરબી : મોરબી જિલ્લામાં એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયેલો છે. જોકે આજે જાહેર થયેલા મોરબી જિલ્લાના ચાર લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. ત્યારે મોરબીના વાઘપરામાં રહેતા યુવનમાં શંકાસ્પદ લક્ષણો જણાતા તેના સેમ્પલ જામનગર મોકલવા તજવીજ હાથ ધરાઈ છે. આ ઉપરાંત વાંકાનેરમાં અમદાવાદથી આવેલા સાત લોકોના પણ સેમ્પલ લઈ રિપોર્ટ માટે મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે. મોરબીના વાઘપરા વિસ્તારમાં રહેતા 33 વર્ષના યુવાનમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેને મોરબી સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી તેના સેમ્પલ લઈ કોરોનાના રિપોર્ટ માટે જામનગર મોકલવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. જ્યારે મોરબી અપડેટના વાંકાનેરના રિપોર્ટર હરદેવસિંહ ઝાલાના જણાવ્યા મુજબ અમદાવાદથી એમ્બ્યુલન્સની આડમાં આવેલા સાત લોકોના સેમ્પલ લઈ જામનગર મોકલવાની તજવીજ આરોગ્ય વિભાગે હાથ ધરી છે. આ તમામ લોકોના રિપોર્ટ આવતીકાલે રવિવારે જાહેર થશે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/