ઓપોના અધિકારીઓ અને ડિલર્સોની ઉપસ્થિતિમાં કેક કટીંગ કરી સ્માર્ટફોનનું લોન્ચિંગ કરાયુ મોરબી : મોરબીની મહેશ હોટેલ ખાતે આજે ઓપોના આકર્ષક A3S મોડેલનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ લોન્ચિંગ ઇવેન્ટમાં ઓપોના ડિલર્સો તેમજ ઓપો કંપનીના અધિકારીઓની ઉપસ્થિતમાં કેક કટીંગ કરવામાં આવી હતી. મોરબી ખાતે ઓપો કંપનીના A3S મોડેલનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ સ્માર્ટફોન વિશે માહિતી આપતા ઓપોના મુખ્ય ડિલર શ્રી રામ મોબાઇલના સુનિલભાઈએ જણાવ્યું હતું કે ઓપોના A3S સ્માર્ટફોનનો લૂક લોકોના મન મોહી લે તેવો છે. આ સ્માર્ટફોનની લોકો આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા. અંતે આ સ્માર્ટફોન લોન્ચ થઈ ચૂક્યો છે. વધુમાં તેઓએ ઓપો A3S સ્માર્ટફોનની વિશેષતા વિશે જણાવ્યું કે આ સ્માર્ટફોનમાં ૪૨૩૦ એમએએચ બેટરી, ૧૩ + ૨ મેગાપીક્સલ રીઅર કેમેરા, ૮ મેગાપીકસલ ફ્રન્ટ કેમેરા, ૬.૨ ઇંચની ૧૫૨૦×૭૨૦ આઇપીએસ એલસીડી ડીસ્પ્લે અને ૨ જીબી રેમ સહિતના ફિચર્સ ધરાવે છે. સ્માર્ટ ફોનની કિંમત રૂ. ૧૦, ૯૯૯ છે.