મોરબી:લોકોની સુરક્ષા કરવાની સાથે-સાથે મોરબી પોલીસ સામાજિક જવાબદારી પણ નિભાવી રહી છે તાજેતરમાં એક અજાણ્યા પુરુષનું અકસ્માતમાં મોત થયા બાદ કોઈ વાલીવારસ ન મળતા આ અજાણ્યા વ્યક્તિની માન સન્માન સાથે મોરબી તાલુકા પોલિસે અંતિમવિધિ કરી હતી. જાણવા મળ્યા મુજબ મોરબી-વાંકાનેર વાઇવે પર તુલસી પેટ્રોલીયમ નજીક અજાણ્યા વાહનની ઠોકરે એક ૪૦ થી ૫૦ વર્ષના વ્યક્તિનું મોત નિપજતા પોલીસે તેમના વાલી વારસની શોધ ખોળ કરી હતી પરંતુ કોઈ ન મળી આવતા અંતે પોલીસે માન સન્માન સાથે આ અજાણી વ્યક્તિની અંતિમવિધિ કરી હતી.