મોરબી : દાદુ ફાઉન્ડેશન અને UrGesture દ્વારા “A PARENT-KID DUO COMPETITION” નું ઓનલાઇન સાયન્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોના મહામારીના કારણે છેલ્લા દોઢ વર્ષથી બાળકો ઘરે બેઠા છે અને બાળકો ઘેર રહીને અભ્યાસ કરે છે અને બાળકો માટે કોઈ એક્ટિવિટી રહી નથી ત્યારે દાદુ ફાઉન્ડેશન ઓનલાઇન સાયન્સ સ્પર્ધાનું આયોજન કરવા જઇ રહ્યું છે. જેથી બાળક અને વાલી બન્ને સાથે મળીને સાયન્સ સ્પર્ધાનો આનંદ લઈ શકશે. આ માટે ઘરમાં રહેલ મટિરિયલનો ઉપયોગ કરી સાયન્સ પ્રયોગ કરી શકાશે અને વિડીયો બનાવી અપલોડ કરી આ વેકેશનમાં લેટેસ્ટ ટેક્નોલોજીના કોર્સિસ વિનામૂલ્યે શીખવાનો મોકો મળશે. સ્પર્ધામાં ભાગ લીધેલ સ્પર્ધકોમાથી સિલેક્ટ થયેલા સ્પર્ધકને સંસ્થા દ્વારા ઓનલાઈન ફ્રી ટેકનૉલોજી કોર્ષ (ડ્રોન, 3ડી પ્રિન્ટર, રોબોટિક્સ, કોમ્યુટર કોડિંગ એરોમોડલિંગ વગેરેમાથી કોઈ એક ) કરવામાં આવશે અને દરેક સ્પર્ધીને કોર્ષમાં ડિસ્કાઉન્ટ તેમજ ઇ-સર્ટિફિકેટ આપવામાં આવશે. અને આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના બાળકો કે જે આર્થિક રીતે પછાત અને શિક્ષણથી વંચિત હોય તેવા બાળકોને નિ:શુલ્ક શિક્ષણ પણ આપવામાં આવે છે. વધુ માહિતી માટે મોબાઈલ નંબર 79843 78128 પર કોન્ટેક્ટ કરો અથવા www.urgesture.com/dadufoundation અથવા Email : info@dadufoundation.org ઉપર ઈમેલ કરવા અનુરોધ કરાયો છે.