પંસદગીના નંબર મેળવવા માટે અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશેમોરબી : મોરબીના ટુ વ્હીલર માટે GJ36 AE, GJ36 AG, GJ36 AH અને GJ36 AK તથા ફોર વ્હીલર માટે GJ36 AF, GJ36 AJ તથા GJ36 AL ઉપરાંત ટ્રાંસપોર્ટ વાહનો માટે GJ36 X GJ36 V તેમજ થ્રી વ્હીલર માટે GJ36 W સીરીઝ માટેના ફેન્સી નંબર માટેની રી-ટેન્ડર પ્રક્રિયા તા. 25 મે થી શરૂ થનાર છે. તારીખ 25 મે થી 27 મે સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. તારીખ 27 મે થી 29 મે સુધી બીડીંગ પ્રોસેસ રહેશે તથા તારીખ 29 મેના રોજ ઓક્શનનું પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે.બાકીનું ચુકવણુ પરિણામ જાહેર થયેથી 2 દિવસમાં www.parivahan.gov.in/fancy વેબસાઈટ પર જઈને કરવાનું રહેશે. પસંદગીના નંબર મેળવવા ઇચ્છતી વ્યક્તિઓએ જરૂરી કાર્યવાહી કરવા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.