મોરબી: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે મોરબી શહેર જિલ્લામાં પોલીસે વાહન ચેકીંગ સઘન બનાવ્યું છે. આવા જ એક ચેકીંગ દરમ્યાન મોરબી શહેરમાંથી 12 બોટલ ભારતીય બનાવટના અંગ્રેજી દારૂ સાથે એક રિક્ષાચાલકને ઝડપી પાડ્યો છે. મોરબી સીટી. બી. ડિવિઝન પોલીસ સ્ટાફે વાંકાનેર હાઇવે પર લખધીરપુર રોડના નાકા પાસેથી પસાર થતી સીએનજી રીક્ષા નંબર GJ 1 TA-7886ને શંકાના આધારે અટકાવીને તેની તલાશી લેતા રિક્ષામાંથી ભારતીય બનાવટનો 12 બોટલ અંગ્રેજી દારૂ મળી આવ્યો હતો. આથી 30 હજારની કિંમતની રીક્ષા તથા રૂપિયા 4500ની કિંમતનો દારૂ મળી કુલ 34,500 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી 26 વર્ષીય રામસિંગ બળદેવ માલકીયાની અટકાયત કરી દારૂ લાવવા-લઈ જવાનું મૂળ શોધવા કવાયત આદરી છે.