સેમ્પલ લઈ જામનગર મોકલાયા : કાલે રિપોર્ટ આવશે મોરબી : મોરબીમાં ગઈ કાલે 2 યુવકોમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાયા હતા જોકે તેમના આજે રિપોર્ટ નેગેટિવ આવ્યા છે ત્યારે આજે મંગળવારે વધુ એક શ્રમિક યુવકમાં શંકાસ્પદ લક્ષણ દેખાતા તેને સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી તેના સેમ્પલ રિપોર્ટ માટે જામનગર મોકલી આપવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ કાલે આવશે. મોરબીમાં મંગળવારે આઇસોલેશન વોર્ડમાં દાખલ બે યુવકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. ત્યાં આજે નીચી માંડલ પાસે રહેતા 20 વર્ષના શ્રમિક યુવકમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખતા તેને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી તેના સેમ્પલ લઈ કોરોનાના રિપોર્ટ માટે જામનગર મોકલવામાં આવ્યા હોવાનું હોસ્પિટલ તંત્ર દ્વારા જણાવાયું છે. આ યુવકની કોઈ બહારના પ્રવાસની હિસ્ટ્રી નથી. અને તેનો રિપોર્ટ કાલે આવશે તેમ તંત્રએ જણાવ્યું હતું. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/