પાંચેક મહીના પેહલા માળીયા ફાટક નજીક બાઈક ચોરાયું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ : બાઇક ચોર ગેંગ ઝડપાઇ હોવાની શક્યતા મોરબી : મોરબીમાં વધુ એક જૂની બાઇક ચોરીની ફરિયાદ નોંધાઇ છે. જે પરથી અનુમાન લગાવી શકાય કે મોરબી પોલીસ દ્વારા ટુક સમયમાં બાઇક ચોર ગેંગનો પર્દાફાશ કરવામાં આવે તેવી શકયતા છે. માળીયા ફાટક નજીક બાઈક ચોરાયું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. મોરબીના લીલાપરમાં રહેતા જીતેશકુમાર ચંદુભાઇ જાદવએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 21/03થી 29/05 દરમિયાન થાણાથી દક્ષીણે ડિલકસ પાન સામે માળીયા ફાટક નજીક સ્પ્લેન્ડર કાળા કલરનુ મોસા રજી.નં જી.જે.૩૬.એન.૬૪૮૯ (કિં.રૂ. 25,000) કોઇ અજાણ્યો માણસ ચોરી કરી ગયો છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate