મોરબી : મોરબીના બંધુનગર ગામ પાસે આઇસર અને રીક્ષા વચ્ચેના અકસ્માતમાં એકનું મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે ફરિયાદ નોંધાતા તાલુકા પોલીસે આઇસર ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના નીચી માંડલ ગામે નોકેન સીરામીકમાં રહીને મજૂરી કામ કરતા સુનીલભાઇ ભેરૂલાલની ભાડાની સી.એન.જી રીક્ષા તેમના મીત્ર શૈલેષભાઈ લઈને તા.૨૩ ના રોજ મોરબીના બંધુનગર ગામ પાસે નેશનલ હાઇવે ઉપર સી.એન.જી પંપની સામેથી પસાર થઈ રહ્યા હતા.ત્યારે આઇસર નં. જી.જે.૩૬.ટી.૮૦૧૭ ના ચાલકે પોતાનુ આઇસર પુર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી તેમની ભાડાની સી.એન.જી રીક્ષાની ડાબી બાજુમા ભટકાતા તેમના મીત્ર શૈલેષભાઈ સાથે ખેચાઇ જતા તેને માથામા ગંભીર પ્રકારની ઇજા તથા હાથે પગ છાતી શરીરના ભાગે નાની મોટી ઇજાઓ જતા સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું.આ આ બનાવ અંગે પોલીસે સુનીલભાઇ ભેરૂલાલની ફરિયાદના આધારે આઇસર ચાલક સામે અકસ્માતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.