મોરબી : મેટ્રોસિટી કારખાનામાં ફોરક્લિપ પલ્ટી ખાઈ જતા એકનું મોત થયું હતું. આ બનાવની નોંધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં કરી આગળની કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રાપ્ત વિગત મુજબ ઘુંટુ ગામમાં સીમ નજીક મેટ્રોસિટી કારખાનામાં રામાનંદ (ઉ.વ.- 44, રહે. - મેટ્રોસીટી કારખાનામા, લગધીરપુર રોડ, તા.જી.મોરબી) કામ કરી રહ્યા હતા ત્યારે ફોરક્લિપ (ફેકટરીમાં ઉપયોગમાં લેવાતું એક એવું વાહન કે જેના દ્વારા માલ-સામાનની આંતરિક હેરફેર થાય) પલ્ટી મારી જતા તેની નીચે દબાઈ જતા તેમનું મોત નીપજ્યું હતું. મૃત્ય પામનારની લાશ મોરબી સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવી હતી. તેમજ તાલુકા પોલીસ સ્ટેશનમાં બનાવની નોંધ કરવામાં આવી હતી.