મોરબી : મોરબી એલ.સી.બી. (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) દ્વારા મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરીયાલાલ પ્લાઝાની બાજુમાં નટરાજ વોટર પ્લાન્ટના કમ્પાઉન્ડમાં બાવળની ઝાડીમાંથી અંગ્રેજી દારૂની સ્કોચ વ્હીસ્કીની બોટલો નંગ-30 (કી.60,000) ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડવામાં આવ્યો છે. એલ.સી.બી. સ્ટાફ ગઈકાલે નાઇટ પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પરશોતમ ચોકમાં રાષ્ટ્રીય શાળા પાસે બ્રિજરાજસિંહ ઝાલાને વિદેશી દારૂના જથ્થા સાથે પકડેલ હતો. જે અંગ્રેજી દારૂનો જથ્થો આપનાર રાજદીપસિંહ વિક્રમસિંહ સરવૈયા (રહે.મોરબી-૨ સામાકાંઠે, ગુ.હા.બોર્ડ રામેશ્વર મંદીર સામે) આપી જનાર હતો. જેથી, રાજદિપસિંહ સરવૈયાના કબજા ભોગવટા વાળા દરીયાલાલ પ્લાઝાની બાજુમાં નટરાજ વોટર પ્લાન્ટના કમ્પાઉન્ડમાં બાવળની ઝાડીમાં આરોપીને સાથે રાખી પોલીસે રેઇડ કરી હતી. પોલીસની રેઇડ દરમિયાન તે જગ્યાએથી ગે.કા. ભારતીય બનાવટની અંગ્રેજી દારૂની 30 બોટલો (કીંમત રૂ. 60,000)નો મુદામાલ મળી આવ્યો હતો. પોલીસ દ્વારા વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી આરોપી વિરૂધ્ધ મોરબી સીટી-બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો રજીસ્ટર કરાવેલ છે.