મોરબી : મોરબીના શકત-શનાળામાં વ્હીસ્કીની બોટલો સાથે એક શખ્સ પકડાયો છે. આ શખ્સ સામે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. ગઈકાલે તા. 3ના રોજ મોરબીના શકત-શનાળામાં નવા પ્લોટમાં સાંઇબાબા ચોક પાસેથી મહિપતભાઇ રવજીભાઇ વાઘેલાને વિદેશી દારૂ વ્હીસ્કીની 27 બોટલો (કી.રૂ. 13,605) સાથે પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂનો જથ્થો કબ્જે કર્યો છે. તેમજ આરોપી મહીપતની અટકાયત કરી છે.