મોરબી : મોરબી પાટીદાર ધામના ટ્રસ્ટીના અવસાન બાદ તેમની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે તેમની સાથે જોડાયેલ ધંધાર્થી ભાગીદારો દ્વારા પાટીદાર ધામને એક લાખનું અનુદાન આપી પ્રેરણાદાયી કાર્ય કર્યું છે. મોરબીના સ્વ. મહેન્દ્રભાઈ મનજીભાઈ માતરિયાનું ગત વર્ષે અવસાન થયેલ હતું. તેઓ પાટીદારધામ, મોરબીના ટ્રસ્ટી હતા. તેમજ તેઓ લેમિકોન વુડલેમ એલ.એલ.પી., લેકમાં પેનલ ઇન્ડ. ફ્લોરિડા સીરામીક, બેન્ટા સિરામિક એમ ચાર ફેક્ટરીમાં ભાગીદારી ધરાવતા હતા. સ્વ. મહેન્દ્રભાઈ માતરિયાના આત્માની શાંતિ માટે અને એમને શરૂ કરેલ કાર્યને આગળ ધપવવા માટે તેમના તમામ કારખાનાના પાર્ટનર દ્વારા પચીસ-પચીસ હજાર લેખે ચાર કારખાના તરફથી રૂ. એક લાખની માતબર રકમનું દાન આપવામાં આવ્યું હતું. આમ, ભાગીદારોએ સદ્દગતની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે પાટીદારધામને દાન અર્પણ કરી સાચા અર્થમાં શ્રદ્ધાંજલી અર્પણ કરેલ છે. ઉલ્લેખનીય છે કે દાનની રકમ પાટીદાર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત જી.પી.એસ.સી. સેન્ટરમાં આવતા વિદ્યાર્થીઓ માટેની સુવિધાઓ ઉભી કરવા, ક્લાસિસના ખર્ચને પહોંચી વળવા માટે ઉપયોગમાં લેવામાં આવશે. આ તકે પાટીદારધામ દ્વારા તેમના તમામ ભાગીદારોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.