મોરબી : મોરબી જિલ્લામાં આજે ધનતેરસના પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબીના દરબારગઢ ખાતે આવેલા મોરબીના એકમાત્ર મહાલક્ષ્મીજીના મંદિરે આજે ધનતેરસ નિમિત્તે લક્ષ્મી પૂજન કરવામાં આવ્યું હતું. રાજાશાહી વખતનું આશરે 350 વર્ષ જૂનું આ મહાલક્ષ્મીજીનું મંદિર છે. મહાલક્ષ્મીજીના મંદિરે આજે પૂજા-અર્ચના સહિતના કાર્યક્રમો યોજાયા હતા. મંદિરમાં વિશેષ સુશોભન કરવામાં આવ્યું હતું. ધનતેરસ નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો આજે મંદિરે દર્શન કરવા માટે આવી રહ્યા છે. ભક્તો પ્રસાદી અને સાવરણી માતા લક્ષ્મીજીને અર્પણ કરી રહ્યા છે. મંદિરે સાંજે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મંદિરમાં કલાત્મક રંગોળી પણ બનાવવામાં આવી છે.