મહંત શેરનાથબાપુના સાનિધ્યમાં એનાયત કરાયો 'કોમ્યુનિટી કોન્ટ્રીબ્યુશન એવોર્ડ': લોકસંસ્કૃતિ અને ભજન પરંપરાના પ્રદાનને બિરદાવાયુંમોરબી અપડેટ : સમાજસેવા અને લોકસંસ્કૃતિના ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનાર વિશિષ્ટ પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ સાથે મોરબી ન્યુમિસમેટિક ક્લબ દ્વારા 'કોમ્યુનિટી કોન્ટ્રીબ્યુશન એવોર્ડ' અર્પણ કરવામાં આવે છે. જે અંતર્ગત જૂનાગઢ ખાતે પૂજ્ય પીર યોગી મહંત શેરનાથબાપુના પાવન સાનિધ્યમાં એક ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો.આ સમારોહમાં ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત લોકસંસ્કૃતિના સંવર્ધક અને 'હાજી રમકડું' તરીકે જાણીતા પદ્મશ્રી હાજી કાસમ મીર તેમજ ગુજરાતની ભજન પરંપરાને જીવંત રાખનાર પ્રખર ભજનિક અને લોકસાહિત્યકાર જીલુદાન ગઢવીને 'કોમ્યુનિટી કોન્ટ્રીબ્યુશન એવોર્ડ' અર્પણ કરી વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું.મોરબી ન્યુમિસમેટિક ક્લબ વતી એડવોકેટ મિતેષ ડી. દવે, એડવોકેટ દર્શન ડી. દવે અને યુવા લેખક પરમ જોલાપરા દ્વારા બંને મહાનુભાવોને સન્માન પત્ર અને સ્મૃતિચિહ્ન એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મહંત શેરનાથબાપુએ બંને મહાનુભાવોની સેવાઓને બિરદાવી ક્લબની આ પ્રવૃત્તિને આશીર્વાદ પાઠવ્યા હતા. ક્લબના સભ્યોએ જણાવ્યું હતું કે આવા સમાજ રત્નોનું સન્માન કરવું એ સમગ્ર સંસ્થા અને મોરબી માટે ગૌરવની બાબત છે.#Morbi #Junagadh #MorbiUpdate #MorbiNumismaticClub #HajiKasamMir #HajiRamkadu #JiludanGadhvi #ShernathBapu #CommunityContributionAward #FolkCulture #MorbiNews