મોરબી : નાયબ કલેકટર, સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્ર મોરબી દ્વારા સ્ટેમ્પ ડ્યુટી ભરવાની વિવિધ પદ્ધતિઓ અંગે લોકોને જાણકારી મળે અને લોકોમાં જાગૃતિ આવે એ માટે એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. સ્ટેમ્પ પેપર માત્ર પરવાનેદાર સ્ટેમ્પ વેન્ડરો અને પોસ્ટ ઓફિસો દ્વારા જ વેંચાણ કરવામાં આવે છે. મોટે ભાગે લોકો અહીંથી સ્ટેમ્પ પેપર ખરીદીને સ્ટેમ્પ ડ્યુટીની ભરપાઈ કરતા હોય છે. સ્ટેમ્પ પેપર રૂપિયા 10, 20, 50, 100, 500, 1000, 5000, 10,000, 15,000, 20,000 અને 25,000ના દરના મળે છે. જે પ્રકારના લખાણમાં જેટલી રકમના સ્ટેમ્પ પેપરની જરૂરિયાત હોય એ રકમના સ્ટેમ્પ પેપર ઉપરોક્ત બન્ને સ્થળેથી લેવામાં આવતા હોય છે. સામાન્ય રીતે આ પ્રચલિત વ્યવસ્થા છે જેનો મોટાભાગના લોકો વ્યાપક પણે ઉપયોગ કરે છે. જો કે આ વ્યવસ્થા સિવાય અન્ય રીતે પણ નાગરિકો સ્ટેમ્પ ડ્યુટી ભરી શકે છે. જેની જાણ બહુ જૂજ લોકોને જ છે. જેમકે પરવાનેદાર બેંકો જેવી કે સરકારી, ખાનગી અને સહકારી બેંકો દ્વારા પણ ફ્રેન્કિંગ મશીનથી છાપ પાડીને ફ્રેન્કિંગ સ્ટેમ્પ લગાવી સ્ટેમ્પ ડ્યુટી ભરી શકાય છે. જેટલી રકમની ડ્યુટી ભરવાની થતી હોય એટલી રકમની ફ્રેન્કિંગ સ્ટેમ્પ લગાવી શકાય છે. આવી ફ્રેન્કિંગ સ્ટેમ્પ છાપેલા ફોર્મ પર અથવા ટાઈપ કરેલા કે લખેલા દસ્તાવેજ/લખાણ પર લગાવી શકાય છે. મોરબી જિલ્લામાં ધ કો.ઓપરેટિવ બેંક ઓફ રાજકોટ લી. મોરબી, સીટીઝન કો.ઓ. બેંક.લી. મોરબી ખાતે અને રાજકોટ નાગરિક સહકારી બેંક.લી. હળવદ ખાતે ફ્રેન્કિંગ મશીનની સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત ઇ-સ્ટેમ્પઇંગ સર્ટિફિકેટ દ્વારા પણ સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ થઈ શકે છે. ઇ-સ્ટેમપિંગ સર્ટિફિકેટના વેચાણ માટે સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લી. સાથે ગુજરાત સરકાર દ્વારા એગ્રીમેન્ટ કરવામાં આવેલ છે. આ સેવા અંતર્ગત દરેક જિલ્લાઓ, તાલુકાઓમાં સબ રજીસ્ટાર કચેરીઓ ખાતે તથા અન્ય સ્થળોએ ઇ-સ્ટેમપિંગ સુવિધા કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. આ સુવિધા કેન્દ્રમાં જઇ નિયત ફોર્મમાં વિગતો ભરી જેટલી રકમની સ્ટેમ્પ ડ્યુટી ભરવાની હોય તેટલી રકમની ચુકવણી કરી કોમ્પ્યુટર સિસ્ટમથી જનરેટ થતું ઇ-સ્ટેમપિંગ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવે છે. આ ઉપરાંત ગમે તેટલી રકમની સ્ટેમ્પ ડ્યુટી ગમે તે સ્થળેથી ઓનલાઈન સ્ટેમ્પ ડ્યુટી ભરવાની એક વધુ સુવિધા જાન્યુઆરી 2019થી શરૂ થઈ ચૂકી છે. એના માટે garvi.gujrat.gov.in વેબસાઈટ પર જઈ નોંધણી પાત્ર દસ્તાવેજોમાં ભરપાઈ કરવાની સ્ટેમ્પ ડ્યુટી ઓનલાઈન ભરી તેના ચલણની પ્રિન્ટ કાઢી દસ્તાવેજ સાથે નોંધણી સમયે રજૂ કરી શકાય છે. ઉપરોક્ત તમામ સેવાનો લાભ લેવા જિલ્લા માહિતી કચેરીએ જાહેર જનતાને અનુરોધ કર્યો છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne